શ્રી નવકારધામ તીર્થ ખાતે શ્રાવક ઉપાશ્રય અને શ્રાવિકા ઉપાશ્રય એમ બંન્ને ઉપાશ્રયની અલગ-અલગ વ્યવસ્થા રાખેલ છે. દર વર્ષે લગભગ 800 થી 1000 સાધુ-સાધ્વીજી વિહાર દરમિયાન તીર્થ ખાતે 1-2 દિવસની સ્થિરતા કરે છે. આપણા તીર્થમા દરેક સમુદાયના (ચારે ફિરકાના) મ.સા.ને ઉતારાની વ્યવસ્થા આપવામાં આવે છે. તથા બંન્ને ઉપાશ્રયમાં આચાર્ય ભગવંતના ઉતારા માટે અલગ રુમ તથા ગોચરી માટેની પણ અલગ રુમ બનાવવામાં આવેલ છે. બંન્ને ઉપાશ્રયમાં 300 થી 400 આરાધકો એકસાથે આરાધના કરી શકે છે.
ઉપાશ્રયની રુમ નો નકરો - 3,51,000/-
ઉપાશ્રય આરાધના હોલનો નકરો - 7,51,000/-
જે કોઇ ભાગ્યશાળીને લાભ લેવાની ઇચ્છા હોય તેમને નીચેના નંબર પર માહિતી મેળવી શકે છે.
મો. નં. :- 9898043621
શ્રી નવકારધામ તીર્થમાં ધર્મશાળાની સુંદર વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ધર્મશાળામાં 12 રુમ તથા 2 હોલની વ્યવસ્થા છે. એ.સી., નોન એ.સી. એમ બંન્ને રુમોની સગવડતા છે. રુમની અંદર 5 વ્યક્તિ તથા હોલની અંદર 20 વ્યક્તિ રોકાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે.
નોન એ.સી.: 500
એ.સી.: 1,000
ધર્મશાળા એક રુમનો નકરો - 3,51,000 (2 x 2 ની તક્તિમાં નામ લખાશે)
જે કોઇ ભાગ્યશાળીને લાભ લેવાની ઇચ્છા હોય તેમને નીચેના નંબર પર માહિતી મેળવી શકે છે.
મો. નં. :- 9898043621
ધર્મશાળાનો ચેક આઉટ ટાઈમ સવારે ૯:૦૦ વાગ્યા નો રહેશે./p>
ધર્મશાળામાં સિંગલ વ્યક્તિ ને રૂમ આપવામાં આવશે નહીં.
ધર્મશાળા કે તીર્થસ્થાનમાં યાત્રિકોના સામાનની જવાબદારી યાત્રિકની પોતાની રહેશે, તે માટે સંસ્થાની કોઈપણ જાતની જવાબદારી રહેશે નહીં.
ધર્મશાળા કે તીર્થસ્થાનમાં કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક જણાશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.
ધર્મશાળા કે તીર્થસ્થાનની કોઈપણ વસ્તુને નુકસાન પહોંચાડવી નહીં, જો તેમ કરતું કોઈ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ધર્મશાળામાં રોકાણ દરમિયાન બહાર જાય તો યાત્રીકે રૂમને પોતાનું લોક લગાવીને જવું. તથા વાહનમાં પણ કોઈ જોખમ રાખવું નહીં.
શ્રી નવકારધામ તીર્થ ખાતે નવનિર્મિત ભોજનશાળા બનાવવામાં આવેલ છે. જેમાં 150 થી 200 યાત્રાળુઓ બેસીને જમી શકે છે. નવકારશી, બપોરનું જમવાનું, ચૌવિહારની વ્યવસ્થા એમ ત્રણે ટાઇમ ભોજનશાળા ચાલે છે. લગભગ દર વર્ષે 50 થી 60 હજાર યાત્રાળુઓ ભોજનશાળાનો લાભ લે છે. તથા દર વર્ષે 70 થી 80 જેવા સંઘો પણ ભોજનશાળાનો લાભ લે છે. ભોજનશાળામાં ઉકાળેલા પાણીની તથા એકાસણા, બિયાસણા, આયંબિલની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.
ભોજનશાળા કોઠારરુમનો નકરો - 3,51,000/-
ભોજનશાળા વાસણરુમનો નકરો - 3,51,000/-
ભોજનશાળા સહસહયોગી નકરો - 31,000/-
જે કોઇ ભાગ્યશાળીને લાભ લેવાની ઇચ્છા હોય તેમને નીચેના નંબર પર માહિતી મેળવી શકે છે.
મો. નં. :- 9898043621
Pani ni Parab (Water Room)
Pareva mate Chabutro (Bird – Feeder)
Wheelchairs on request
Valet Parking
108 Ambulance Service